પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે એક પછી ચાર મોટા બ્લાસ્ટ થયા છે જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃત્યુદર હજી વધારો થઇ શકે છે. આ વિસ્ફોટ લાહોરી ગેટની પાસે થયો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળની આજુબાજુ દુકાનો અને ઇમારતો ની બારીઓ તૂટી ગઈ છે
તો નજીકમાં ઊભેલી મોટરસાઇકલ સહિતનાં વાહનોને પણ નુકસાન થયું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવકાર્ય શરૂ કર્યું છે.