મોરોક્કોમાં એક પ્રોફેસરે શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. તેના ઉપર આરોપ છે કે સારા માર્કસ આપવાના લાલચમાં શિક્ષકે તેના વિદ્યાર્થીનીઓ સાથે સંબંધો બાંધ્યા હતા. હાલ આ આરોપી જેલમાં છે.ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ મનાય છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે શિક્ષક જ બાળકનું ભવિષ્ય નક્કી કરે છે પરંતુ કેટલીકવાર કેટલાક શિક્ષકો એવા હોય છે જે આ સંબંધને કલંકિત કરી દે છે.આવો જ એક કિસ્સો આફ્રિકાના દેશ મોરોક્કોમાં સામે આવ્યો છે.અહીં યુનિવર્સિટીના એક પ્રોફેસરને પોતાની જ વિદ્યાર્થિનીઓ સાથે સંબંધ રાખવા બદલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેના આરોપ છે કે પરીક્ષામાં સારા માર્ક્સ આપવાના બદલામાં પ્રોફેસર છોકરીઓને પોતાનો શિકાર બનાવતો હતો. અને તેમનું શોષણ કરતો હતો ચાલો જાણીએ આ સમગ્ર મામલાને વિગતવારરિપોર્ટ અનુસાર આ સનસનાટીપૂર્ણ મામલો મોરોક્કોની હસન યુનિવર્સિટીનો છે કહેવામાં આવી રહ્યું છે કે ઇકોનોમિક્સ વિભાગના એક પ્રોફેસર લાંબા સમયથી વિદ્યાર્થીનીઓ સાથે આવું કરી રહ્યા હતો તે તેમને સારા નંબરો આપવાની લાલચ આપતો હતો અને બદલામાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
તેણે ઘણી વિદ્યાર્થિનીઓ સાથે આવું કર્યું. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આ પ્રોફેસરની વિદ્યાર્થીઓ સાથેની ચેટ લીક કરી હતી.તે પછી સોશિયલ મીડિયા પર આ ચેટ્સ લીક થયા બાદ હોબાળો મચી ગયો હતો. મામલો સામે આવતા જ યુનિવર્સિટી પ્રશાસને આરોપી પ્રોફેસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ બધાની વચ્ચે શહેરમાં આ વાત વાયુવેગે પ્રસરી જતાં લોકો પણ કડક કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અંતે, કોર્ટે આ પ્રોફેસરને અભદ્ર વર્તન, જાતીય સતામણી અને હિંસા માટે દોષિત ઠેરવ્યો અને તેને જેલમાં મોકલી દીધો.
આ સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બાબતનો ખુલાસો થતાં જ કેટલીક વિદ્યાર્થિનીઓ સામે આવી અને તેઓએ યુનિવર્સિટીમાં હાજર અન્ય 4 પ્રોફેસરોના નામ પણ લીધા છે જેમણે યુનિવર્સિટીમાં સારા માર્ક્સ આપવાના નામ પર તેમની સાથે સંબંધો બનાવ્યા હતા . પોલીસે અન્ય ચાર પ્રોફેસરો સામે પણ ગુનો નોંધ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ 4 પ્રોફેસરોએ પણ ટૂંક સમયમાં કોર્ટમાં હાજર થવું પડશે