CSK vs KKR: IPL 2024 ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા CSK ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
KKRની હાલત ખૂબ જ ખરાબ છે. ખૂબ જ ધીમી ગતિએ રન બનાવવામાં આવી રહ્યા છે.
શ્રેયસ અય્યરે 16મી ઓવરમાં શાર્દુલ ઠાકુર પર ચોગ્ગો ફટકાર્યો હતો. 16 ઓવર પછી સ્કોર 5 વિકેટે 109 રન છે. શ્રેયસ અય્યર 27 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે રિંકુ સિંહ 11 બોલમાં સાત રન પર છે.
KKR સ્કોર 122/6
18 ઓવર પછી કોલકાતાનો સ્કોર 6 વિકેટે 122 રન છે. શ્રેયસ અય્યર 29 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે આન્દ્રે રસેલ આઠ બોલમાં છ રન પર છે. KKR ગમે તે રીતે 150 પાર કરવા માંગે છે.
તુષાર દેશપાંડેએ રિંકુને બોલ્ડ કર્યો
તુષારદેશ પાંડેએ 17મી ઓવરના ચોથા બોલ પર રિંકુ સિંહને બોલ્ડ કર્યો હતો. રિંકુ 14 બોલમાં માત્ર 9 રન બનાવી શક્યો હતો. પિચ એકદમ ધીમી છે. અહીં બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. હવે આન્દ્રે રસેલ કેપ્ટન શ્રેયસ અય્યર સાથે ક્રિઝ પર છે.