DC vs GT: IPL 2024 ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઋષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સે વર્તમાન સિઝનમાં 8 મેચ રમી છે, જેમાં ત્રણ મેચ જીતી છે, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બીજી તરફ ગુજરાત ટાઇટન્સે 8માંથી 4 મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો હતો જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 67 રને હરાવ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સે તેમની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.
અક્ષર પટેલ પેવેલિયન પાછો ફર્યો
દિલ્હી કેપિટલ્સની ચોથી વિકેટ 17મી ઓવરના છેલ્લા બોલ પર પડી. અક્ષર પટેલ નૂર અહેમદ પર બે છગ્ગા ફટકાર્યા બાદ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. અક્ષર પટેલે 43 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. 17 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 157 રન છે.
રિષભ પંતે મોહિત શર્મા પર 2 સિક્સર ફટકારી
મોહિત શર્માએ 16મી ઓવરમાં 16 રન આપ્યા હતા. આ ઓવરમાં રિષભ પંતે 2 સિક્સર ફટકારી હતી. 16 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3 વિકેટે 143 રન છે. અક્ષર પટેલ 39 બોલમાં 53 રન અને રિષભ પંત 30 બોલમાં 47 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ છે.