MI vs RCB: IPL 2024 ની 25મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈને 20 ઓવરમાં 197 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL સીઝન 17ની 25મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (MI vs RCB) વચ્ચે મુકાબલો ચાલુ છે . મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 196-8 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
કેપ્ટન ફાફ ડુપ્લેસીસ 61 (40), રજત પાટીદાર 50 (26) અને છેલ્લે દિનેશ કાર્તિકના અણનમ 53 (23)ના આધારે બેંગલુરુની ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી હતી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.
બુમરાહે તેની IPL કરિયરમાં બીજી વખત પાંચ વિકેટ લીધી છે. આ પહેલા તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 5-10 વિકેટ છે.
અંતે 23 બોલમાં 53 રનની તોફાની ઇનિંગ રમીને દિનેશ કાર્તિકે પોતાની ટીમને 20 ઓવરમાં 196 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈને હવે 197 રનનો ટાર્ગેટ છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી.