SRH vs CSK:IPL 2024 ની 18મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ પહેલા યોજાયેલી ટોસ પ્રક્રિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
CSKએ હૈદરાબાદને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો છે. દીપક ચહર સીએસકે માટે પ્રથમ ઓવર ફેંકવા આવ્યો હતો અને તેણે ખાતું ખોલ્યાવિના બીજા જ બોલ પર હેડને આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોઈન અલીએ હેડનો કેચ છોડીને તેને જીવન આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. CSK તરફથી શિવમ દુબેએ 45 રન બનાવ્યા હતા. રહાણેના બેટમાંથી 35 રન આવ્યા હતા. છેલ્લી ઓવરમાં કુલ 7 રન થયા હતા. ધોની 2 બોલમાં 1 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જાડેજાના બેટમાંથી 31 રન આવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કંઈ સારું નથી થઈ રહ્યું. પહેલી જ ઓવરમાં મોઈન અલીએ ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો હતો. આ સાથે જ અભિષેક શર્માના બેટમાંથી સિક્સર પછી સિક્સ આવી રહી છે. મુકેશ ચૌધરીની ઓવરમાં 27 રન બનાવ્યા હતા.