SRH vs CSK: IPL 2024 ની 18મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ પહેલા યોજાયેલી ટોસ પ્રક્રિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
હૈદરાબાદના બેટ્સમેનોએ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને ખરાબ રીતે પરાસ્ત કર્યા છે. અત્યાર સુધી માત્ર એક જ વિકેટ પડી છે. માર્કરામ અને ટ્રેવિસ હેડ સતત રન બનાવી રહ્યા છે.
પ્રથમ પાવરપ્લેમાં 78 રન બનાવ્યા
હૈદરાબાદના બેટ્સમેનોએ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને ખરાબ રીતે પરાસ્ત કર્યા છે. અત્યાર સુધી માત્ર એક જ વિકેટ પડી છે. માર્કરામ અને ટ્રેવિસ હેડ સતત રન બનાવી રહ્યા છે.
હૈદરાબાદને ત્રીજી ઓવરમાં 46 રનના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો હતો. દીપક ચહરે અભિષેક શર્માને જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો. અભિષેકે 12 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રનની ઇનિંગ રમી હતી. તેણે મુકેશ ચૌધરીની બીજી ઓવરમાં 27 રન બનાવ્યા હતા. ચાર ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર એક વિકેટ ગુમાવીને 57 રન છે. હાલમાં, એડન માર્કરામ સાત બોલમાં 10 રન બનાવીને ક્રીઝ પર છે અને ટ્રેવિસે છ બોલમાં નવ રન બનાવ્યા છે.