સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો? તો ગોળમાં ભેળવીને ખાઓ આ વસ્તુ
જો તમે વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છો, તો આ ઉપાય તમારા વાળની સમસ્યા દૂર કરશે.
જો તમે વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છો તો મેથીને ગોળમાં ભેળવીને ખાઓ. આ સૌથી અસરકારક રીત છે. આના કારણે વાળનો ગ્રોથ પણ સારો થશે અને વાળ ખરવાનું પણ બંધ થશે.
મેથીના દાણાનું સેવન વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેમાં ગોળ મિક્ષ કરીને ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે. આ માટે મેથીના દાણાનો પાવડર બનાવીને ગોળ સાથે સેવન કરો.
આ સિવાય મેથીના દાણાનું પાણી લગાવવાથી વાળ સંબંધિત સમસ્યા પણ દૂર થશે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તેનું પાણી વાળમાં લગાવો.
બીજી રીત છે મેથીના દાણા નાખીને પાણી ઉકાળો અને આ પાણીથી વાળ ધોઈ લો.
મેથીના દાણાની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. આને વાળમાં 15 થી 20 મિનિટ સુધી રાખો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
નારિયેળના તેલમાં મેથીનો પાઉડર ઉમેરી તેને ગરમ કરો અને તેનાથી વાળમાં માલિશ કરો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળશે.
મેથીના દાણા અને લીંબુની પેસ્ટ વાળની સમસ્યા પણ દૂર કરે છે. તેનાથી વાળ ચમકદાર બને છે.