Lok Sabha Election Phase 3: ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સુરત બેઠક પર ભાજપે પહેલા જ જીત મેળવી છે. મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે.
ગુજરાતમાં મતદાન ચાલુ છે. લોકસભાની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતની આ તમામ 25 બેઠકો પર કુલ 37.83 ટકા મતદાન થયું હતું.
સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારથી લોકો મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપૂત આંદોલનના કારણે તેમને બાઈટ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
બપોરે 3 વાગ્યા સુધીનો ડેટા
અમદાવાદ પૂર્વમાં 43.55 ટકા,
અમદાવાદ પશ્ચિમમાં 42.21 ટકા,
અમરેલીમાં 52.49 ટકા,
બનાસકાંઠામાં 55.74 ટકા,
ભરૂચમાં 54.90 ટકા,
ભાવનગરમાં 40.96 ટકા,
છોટા ઉદેપુરમાં 54.97 ટકા,
ગાંધીનગરમાં 48.99 ટકા,
જામનગરમાં 42.41 ટકા,
ખેડા 48.15 ટકા,
નવસારી 48.03 ટકા,
પંચમહાલ 46.69 ટકા,
પોરબંદર 37.96 ટકા,
રાજકોટ 46.36 ટકા,
સુરેન્દ્રનગર 40.93 ટકા,
વડોદરા 48.48,
વલસાડ 58.05