Lok Sabha Elections 2024: લોકશાહીનો મહાન તહેવાર આજથી શરૂ થયો છે. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.
18મી લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ મતદાનને વેગ મળ્યો છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 16 કરોડ 63 લાખથી વધુ મતદારો 1,625 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
મતદાનની ગતિ કહી રહી છે, ફરી આવશે મોદી સરકાર – યોગી
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, એવી કેટલીક લોકસભા બેઠકો છે જ્યાં 50% સુધી મતદાન થયું છે, બાકીની બેઠકોમાં પણ ગતિ છે… અને ઝડપ બતાવે છે કે ફરી એકવાર દેશમાં મોદી સરકારના આગમનને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે…”
મધ્યપ્રદેશમાં બપોરે 2 વાગ્યા સુધી 44.43% મતદાન
બાલાઘાટ- 52.83%
છિંદવાડા- 49.68%
જબલપુર- 39.63%
મંડલા-49.68%
શાહડોલ- 40.82%
સીધા – 34.65%