માણસ એક વહેતી નદી જેવો છે એને જેવો વળાંક મળશે એ એવી રીતે વેહ સે એને હઝારો ની ઊંચાઈ થી ફેંકશો તો એ ત્યાં થી પણ પાણી ની જેમ કૂદી જશે.માણસ પથ્થર જેવો ક્યારે રહ્યો જ નથી.નાતો એ પેહલે થી શીખી ને આવ્યો છે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લીધા પછી જ કંઈક થયો છે.
દરેક વ્યક્તિ ની આદતો એ વ્યક્તિ પર થી જ બંધાય છે.એના વિચારો એની આજુ બાજુ શું બની રહ્યું છે જેની આજુ બાજુ હંમેશા એ ફર્યા કરે છે અથવા તો એની આજુ બાજુ કોણ રહે છે એના પર નિર્ભર રહે છે
એક વ્યક્તિ ની વાત કરીશ હું ખુબજ પૈસાદાર પૈસાની સહેજ પણ કમી નહિ ખાવા પીવા ની સુખ સગવડો જાણે જાહો જલાલી પાણી કહે ત્યાં દૂધ મળે એ પ્ર્રકાર નું પણ એ વ્યક્તિ નાનો હતો ત્યારનો જયારે પણ ઉઠે ત્યારે ચોંકી ને જ ઉઠે અચાનક જ જાણે ઘભરાઈ ગયો હોય ઊંઘ માં કોઈ ખરાબ સપનું જોયુ હોય એમ, પેહલા આ વાત એની માટે શૉક લાગ્યો હોય એવું જ હતું પણ ધીમે ધીમે આ એની આદત બની ગઈ.એનું કારણ તમે શું વિચારો છો ? શું એ નાનપણ થી ડરપોક છે ,દિમાગની બીમારી છે ,અથવા નું તો દિમાગ સંતુલન ઠીક નથી
એનું ખરેખર કારણ એની માતા છે એને નાનપણ થી જ ઊંઘ માંથી ઉઠાડે ત્યારે બૂમ પાડી ને ઉઠાડતી હતી એને એની પાસે જઈ ને શાંતિ થી નહિ પરંતુ દૂરથી બૂમ પાડી ને ઉઠાડતા હોવાને લીધે એ ચોંકી જતો હતો. અને ઊંઘ માં કોઈ કઈ પણ કહે તો એ ચોંકી જ જતો એને કોઈ ધીમે થી અડી ને ઉઠાડે તો પણ ચોંકી ને ઉઠી જતો હતો. નાનપણ માં વર્ષો સુધી બનેલી આ ઘટના એના જીવન પર અસર કરી ગઈ અને એની આદત બની ગઈ જીવન ની આદતો તમે જીવન કેવી રીતે જીવો છો એના ઉપ્પર અને તમારા કામ પર નિર્ભર છે.
તેવી જ રીતે એક ભાઈ રોજ મોટા કારખાના માં કામ કરતા હોય છે અને ઘર ની પરિસ્થિતિ ના લીધે જ્યારથી નાના હતા ત્યારથી નોકરી જવું પડતું હતું અને એ કારખાના માં મશીન નો ખુબજ અવાજ થતો હતો જેના લીધે એમને કારખાના માં એક બીજા સાથે મોટા અવાજે બોલી ને જ વાત કરવી પડતી હતી.આ પરિસ્થિતિ વર્ષો સુધી ચાલતા તેઓ ઘરે પણ જયારે વાત કરે ત્યારે જોર થી જ વાત કરવા લાગ્યા હતા.જેમની એમને ખુદ ને પણ ખબર ના હતી કે મને આદત પડી ગઈ છે એમ ગણી બધી આદતો આપડ ને આપડી આજુ બાજુ ના વાતાવરણ અને લોકો ના લીધે પડી જાય છે જે આપડ ને ખબર પણ નથી હોતી