બાળકો સાથે વ્યવહાર કરતા ખુબજ વિચારવું પડે છે. લાડકોડથી ઉછેર કરવાનો દરેક મા બાપનું સપનું હોય છે અને અાવાજ લાડકોડના કારણે ઘણીવાર બાળક ખુબજ સ્વંછંદી અને જીદી બની જતુ હોય છે. ક્યારેક ક્યારેક તો વાત ખુબજ વણસી જતાં અાપણે જોઈએ છીએ. બાળકોના ઉછેરમાં હંમેશા તકેદારી રાખો કેમકે જો બાળક એક વાર જીદ કરી વાત મનાવતું થઈ ગયપ તો પછી કોઈ તેને અા માથી ઉગારી નથી શકતુ.
સરીતા બેન મારા પડોશીને એવી અાદત નાની નાની વાતોમાં બાળકને સાથે લઈ ફરે તેની દરેક વાતો માને એક સમય એવો અાવ્યો કે સરીતાબેન તેના બાળકની કોઈ વાત ન માને તો બાળક રીતસરનું રસ્તા પરબેસી મોટેથી રડવા લાગે કોઈ શુ કહેશે ના ડરથી અને થોડા પ્રેમને વિવશ થઈને સરીતાબેન તેની વાત માનીલે હવે અા બાળકના મનમા ઠસાવા લાગ્યુ કે વાતતો અામ જ મનાવાય તેની દરેક વાત માનવા સરીતાબેન મજબૂર થઈ ગયા. જ્યારે સરીતાબેનને ગંભીરતા સમજાઈ ત્યારે ખુબજ મોડુ થઈ ગયુ હતુ. જો સરીતાબેને પહેલાજ તેના બાળકને સાચાખોટાની સમજ અાપી હોતતો અાવું થયુ નહોત.
બાળક સાથે હંમેશા પ્રેમથી વર્તો, બાળકની યાદશક્તિ ખુબજ સચેત હોય છે તેથી તેની વાતોને સમજવાની કોશિશ કરો. તે કંઈ ખોટુ કરે તો તેને પ્રેમથી સમજાવો. બાળકોને વસ્તુઓની કિંમત કરતા શિખવો. બોલતા ચાલતા કેમ વ્યવહાર કરવો તે તેને શાન્તીથી શિખવો.