મુસાફરી કરતા સમયે જો ઉલ્ટી થાય છે, તો અજમાવો આ ઉપાયઃ-
તમે હંમેશા જોયુ હશે કે અનુભવ્યુ હશે કે, મુસાફરી દરમિયાન અનેક લોકોને ઉલટી આવે છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થવા લાગે છે. કેટલાક લોકો બોટમાં બેસે તો આવી સમસ્યા થાય છે. ઊલટી એક સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે પણ આપણે મુસાફરી કરવા નીકળીએ છીએ, તો આ કારણથી આપણી બધી એનર્જી મરી જાય છે, અને વ્યક્તિ અસહાય અનુભવે છે. તે સમયે સમજમાં નથી આવતું કે શું કરીએ. પરંતુ આજે અમે તમને એવા ઉપાયો બતાવીએ, જેના કર્યા બાદ તમને ક્યારેય મુસાફરીમા ઊલટી નહિ આવે.
સૌથી મોટી સલાહ એ છે કે, તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવું હંમેશા યુવતીઓ સાથે થાય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય મેકઅપમાં લગાવે છે અને વગર ખાએ ઘરની બહાર નીકળે છે. આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા કરે છે. તેના થોડા સમય બાદ ઉલટી થાય છે. તો આવું બિલકુલ ન કરો.
ગાડીની સરળ દિશામાં ન જુઓ
જો તમે હંમેશા ઊલટીની ફરિયાદ રહે છે, તો તમે મુસાફરી દરમિયાન આ બાબતનું હંમેશા ધ્યાન રાખો. તમે જ્યારે પણ મુસાફરી કરો છો, તો બારીની બહાર રોડ પર બિલકુલ ન જુઓ. આવું કરવાથી મગજ એક બિન્દુ પર ક્ન્દ્રિત થઇ જાય છે અને પછી ઊલટીની ફરિયાદ થાય છે. ગાડીમાં હંમેશા વચ્ચે બેસો અથવા તો બહાર જોતા સમયે દૂરની ચીજોનો જુઓ.
લીંબુ-મીઠું
જો બધુ કર્યા બાદ પણ તમને ઊલટી થાય છે, તો તરત લીંબુના બે ભાગ કરીને તેના પર થોડું મીંઠુ નાખો અને ચાટી જાઓ. આવું કરવાથી તમને તરત ફાયદો થશે. પછી તાજી હવા લેવાનો પ્રયાસ કરો.
આંબલીનો પ્રયાગ
આંબલી એવી વસ્તુ છે, જે તરત રાહત આપે છે. આંબલી પર મીઠું ભભરાવીને મોઢામાં રાખી લો.