કોઇના પ્યારમાં પડવુ તે સહેલુ છે તમે ક્યારે કોઇને પ્યાર કરવા લાગો છો તે તમને પણ ખબર નથી હોતી પ્રેમનો રસ્તો ખુબ સુંદર હોય છે. પરંતુ આ ફ્કત તેના માટે હોય જે હકીકતમાં એકબીજાને પ્યાર કરતા હોય. જ્યા પ્યાર હોય ત્યા વિશ્વાસઘાત પણ હોય છે.
પ્રીય મિત્રો જો તમે તમારા પાર્ટનરને લઇને કન્ફ્યુઝ છો તો આવો તમારીકન્ફ્યુઝ દુર કરીએ
– જો તમારો પાર્ટનર તમને સાચો પ્યાર કરતો હશે તો તમને ખોટા વાયદા ક્યારે પણ નહી કરે તે ડિનર ડેટ અથવા ક્યાય લઇ જવાની વાત કેમ ના હોય જે અરે બેબી હુ ભૂલી ગયો જેવી વાતો કરતા લોકો પોતાના સંબંધમાં ક્યારે પણ સીરિયસ નથી હોતા.
– તમારા પાર્ટનરને ફ્કત તમારાથી જ મતલબના હોવો જોઇએ જો તે તમારા પરિવારના લોકોને સન્માન આપે છે અને તમારા મિત્રોમાં રસ ધરાવે છે તો એ સાચા પ્યારની નિશાની હોય છે.
– જો તમે તમારા પાર્ટનરને તેમની કોઇ ખામી બતાવતા હોવ તેમની કોઇ ભૂૂલ સુધારવાની કોશીશ કરતા હોવ અને તે માની લે તો તે ફ્કત તમને જ નહિ પરંતુ તેમની જીંદગીમાં તમારૂ ખુબ મહત્વનું સ્થાન છે. તે ફક્ત તમને સન્માન જ નહિ પરંતુ તમને ખુબ પ્યાર કરે છે.
– જો તમે ઉદાસ હોવ અને તમે તમારા પાર્ટનર જોડે વાત કરવા માંગતા હોવ અને તે પોતાનું કામ છોડીને તમારી પાસે આવીને તમારૂ મુડ સારૂ કરે તો તમારી તેમને ખુબ ચિંતા છે. અને તમને ઉદાસ નથી જોય સકતા
– જો તમે બીમાર હોવ અને માં ની જેમ તમારૂ ધ્યાન રાખે અને તમારૂ કામ તે ખુદ કરે અને વ્યસ્ત હોવા છતા તમારો ખ્યાલ રાખે તો ડીયર તે તમને ખુબ જ પ્રેમ કરે છે.
– કોઇ બધી વાતે પરફેક્ટ નહીં હોતુ તે બધાને ખબર હોય છે. જો તમને તમારો પાર્ટનર એમ કહે કે તુ બુદ્ધુ છે, તને કાંઇ ખબર નથી પડતી, તુ મગજ ખરાબ કરે છે જેવી વાતો બોલવાના બદલે જેવા છો તેવા તમને અપનાવી લે તો તેના પ્યારમાં કાંઇક વાત તો છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે તે તમારી કોઇ ખરાબ આદતને બદલવા માંગતો હોય તો તેને ખોટુ ના સમજવું
– સાચા પ્યારની નિશાની એ પણ છે કે તે તમારા સપનાને પૂરૂ કરવામાં તમારી મદદ કરે તમારા લક્ષ્યમાં તમને સાથ આપે. આ તો કાંઇ આઇડિયા છે, તુ એ નહીં કરી શકે. આવુ કહેવા વાળા તમારા ઉપર વિશ્વાસ જ નથી કરતાં તો તે પ્યાર સુ કરે.
– એવુ નથી હોતુ કે તે તમને પુછીને જ કોઇ કામ કરે પરંતુ જો તે કોઇ મોટુ કામ કરવા જાય અને તમને પુછે તો તે વ્યક્તિને તમારાથી ક્યારે પણ દુર ના કરતાં
આ વાતો સાંભળવામાં મોટી લાગે પણ જો કોઇ વ્યક્તિ તમને સાચો પ્યાર કરે તો આ બધી વસ્તુ કરે ભલે તે કોઇ વસ્તુ જતાવે નહી પરંતુ તેમની આદત પરથી તમને ખબર પડી જાય છે.