2017ને પુરૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી રહ્યા છે. આ વર્ષ કેટલાક લોકો માટે સારૂ રહ્યુ હશે કેટલાક માટે ખરાબ ત્યારે બધાના મનમાં એક જ સવાલ રહેલો હોય છે કે 2018 એમના માટે કેટલુ સારૂ રહેશે
આજે અમે તમને એવી રાશી વિષે બતાવશુ કે જેના માટે 2018 મુશ્કેલીથી ભરેલુ રહેશે. અમારો પ્રયત્ન એ રહેશે કે તમને ખબર પડે કે તમારે શુ કરવુ. અને તે મુશ્કેલીથી બચવા શું કરવુ.
કર્ક રાશિઃ
આ રાશિ વાળા માટે 2018નું વર્ષ ભારે રહેશે આ રાશિ વાળા લોકોને પોતાનુ સ્વાસ્થય સંભાળવુ પડશે. તમારા ઘરમાં કાંઇ પણ ઘટના પણ બની શકે અને થોડીક પણ તબીયત બગડે એટલે તરત એમનો ઇલાજ કરવો. જો તમે 2018માં તંદુરસ્ત રહેવા માંગો છો તો કરો આ ઉપાય દર બુધવારે ગણેશના નામનુ વ્રત કરો, ગણપતિના મંદિરે મોદકના લાડુનો પ્રસાદ બનાવો અને તેને ગરીબમાં વહેંચી દો. આવુ કરવાથી ગણેશની કૃપા તમારા ઉપર રહેશે અને તમે તંદુરસ્ત રહેશો
વૃશ્વિક રાશિઃ
આ રાશિ વાળા માટે 2018નું વર્ષ સારૂ નથી વૃશ્વિક રાશિ વાળાને આ વર્ષે તેમના દુશ્મોથી બચવુ પડશે તેમના દુશ્મથી તેમને ખતરો છે. તમારો દુશ્મન તમને બરબાદ કરવાના બધા નુશ્ખા અપનાવી શકે છે. તમારા સંબંધી અથવા મિત્રોથી પણ નુકશાન થઇ શકે છે. તો તેનાથી બચવામાટે તમારે દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઇ તેલનો દીવો કરવાનો અને સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો
કુંભ રાશિઃ
આ રાશિ વાળા માટે 2018 ખરાબ ભાગ્ય લઇને આવી શકે છે. આ વર્ષે તમારૂ ભાગ્ય ખુબ ખરાબ રહેશે જેમના કારણે તમારા કામ અધુરા રહી શકે છે. તેમના માટે તમારે શનિવારે તલ નું તેલ ચઢાવવું અને તે દિવસનું વ્રત રાખવું