દેશની આ કોરોનાની કપરી સ્થિતિમાં બજારોના સરબત પીવા વધારે જોખમ ભરેલા છે ત્યારે ઉનાળા અને રમઝાનના પવિત્ર મહિનામાં તમે ઘરે જ મહોબ્બ્તના શરબતનો સ્વાદ માણી શકો તેના માટે અમે લઈને આવ્યા છીએ તમારા માટે મહોબ્બતના શરબતની રેસીપી. તમે પણ રમજાનના પવિત્ર માસનું આ શરબત યાદ કરતા હોય તો આજે જ આ રેસિપી નોંધી લો.
જરૂરી ચીજો
- આ શરબત બનાવવા માટે તમારે જોઈશે
- એક વાટકી – તરબૂચના નાના ટુકડા
- ખાંડનો પાવડર
- ઠંડુ દૂધ
- રૂફ હફઝા અથવા રોઝ સીરપ
- બરફના ટુકડા
- એલચી પાવડર
- ગાર્નિશીંગ માટે ગુલાબની સુકી પાંદડીઓ
શરબત બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા કટોરામાં બે કપ ઠંડુ દૂધ લઈ લો.
- દૂધમાં બે ચમચી ખાંડનો પાવડર તથા રૂહ હફઝા અથવા રોઝ સીરપ ઉમેરો.
- આ સાથે જ તેમાં પા ચમચી એલચી પાવડર ઉમેરો.
- હવે આ તમામ ચીજોને દૂધમાં હલાવીને બરાબર ભેળવી લો.
- તરબૂચના નાની સાઈઝના ટુકડા કરી તેમાંથી બીજ કાઢી, આ ટુકડાઓને શરબતમાં ઉમેરો.
- હવે તમારૂ શરબત તૈયાર છે. તેમાં બરફના ટુકડા નાખી તેને ગ્લાસમાં ભરી સર્વ કરવા રેડી કરો. ગાર્નિશીંગ માટે શરબતથી
- ભરેલા ગ્લાસ પર ગુલાબની સુકી પાંદડીઓ ઉમેરો. તમારૂ શરબત તૈયાર છે.