દર વર્ષે અાતુરતાથી રાહ જોવાતા પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કોલેજીયનો અને યુવાનોમાં ખાસ અા દિવસોનું મહત્વ હોય છે.સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન ડેને કપલ ખુબજ ધામધુમથી ઉજવે છે. કેટલાક દેશોમાં તો અા દિવસે જાહેર રજા અાપવામાં અાવે છે અા પરથી તેનું મહત્વ સમજી શકાય છે.
વેલેન્ટાઈન ડે પહેલા વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં અાવે છે. 7 ફેબ્રુઅારીથી વેલેન્ટાઈન વીકની શરૂઅાત થાય છે. દર વર્ષની જેમ અા વખતે પણ વેલેન્ટાઈન વીકની શરૂઅાતમાં રોઝ-ડે ઉજવાઈ રહ્યો છે. તો રાહ કોની જૂઓ છો તમે પણ તમારી લાગણી અેક ફૂલના માધ્યમથી દર્શાવી શકો છો.
સમય ગમે તેટલો કેમ ન બદલાય પરંતુ અાજે પણ ગુલાબની સરખામણીમાં કોઈ ફૂલ મ અાવી શકે. શુ તમે જાણો છો કે પ્રેમી કે પ્રેમીકા સિવાય પણ તમે તમારા દોસ્ત, મમ્મી-પપ્પા,ભાઈ કે બહેનને ફૂલ અાપી તમારી લાગણીને વાચા અાપી શકો છો. તમારાથી કોઈ રિસાયુ હોય તો તેને મનાવવાનો અા યોગ્ય દિવસ છે.
તો અાવો જાણીયે ક્યા કલરનું ગુલાબ છે તમારા માટે
લાલ ગુલાબ-
પ્યારની અભિવ્યકિત માટે શ્રેષ્ઠ અેટલે લાલ ગુલાબ તમે કોઈના ગાઢ પ્રેમમાં છો તો તેને અાપો અેક પ્યારુ લાલ ગુલાબ પછી તમારે શબ્દોની જરૂર નહી પડે.
ગુલાબી ગુલાબ
તમે કોઈની સામે અાભાર દર્શાવવા ઇચ્છતા હો તો તેને અાપો અેક પ્યારુ ગુલાબી ગુલાલ. કોઈને ખુબજ પ્યારથી થેક્સ કહેવાનો અા છે સરળ ઉપાય.
પીળુ ગુલાબ
પીળુ ગુલાબ દોસ્તીનું પ્રતિક માનવામાં અાવે છે. અેક નવી શરૂઅાત કરવા માટે તમે પીળુ ગુલાબ અાપી શકો છો.
સફેદ ગુલાબ
પવિત્રતા, સાદગી અને માસુમિયતના પ્રતિક સામન હોય છે સફેદ ગુલાબ જો તમે તમારા કોઇ ખાસને સોરી કહેવા ઇચ્છો છો તો અાપી દો તેને સફેદ ગુલાબ પછી જૂઓ તમામ ફરિયાદો દૂર
ઓરેન્જ ગુલાબ
દોસ્તી અને પ્યાર વચ્ચેના સબંધને જોડતી કડી સમાન તમે તે ખાસને ઓરેન્જ ગુલાબ અાપી એ દર્શાવી શકો છો કે તે તમારા માટે છે ખુબજ ખાસ જે તમારો ફકત દોસ્ત નહી પણ તેનાથી પણ છે ખાસ
લવન્ડર ગુલાબ
તમને કોઇ પ્રત્યે ખાસ અાકર્ષણ થયુ હોય તો તમે તેને લવન્ડર ગુલાબ અાપી તમારી લાગણી દર્શાવી શકશો.