ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને લોકો નવા વર્ષની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. કોઈ નવા વર્ષ માટે ખૂબ ઉત્સાહિત છે કોઈ મનપસંદ જગ્યા પર પાર્ટી કરશે તો કોઈ પરિવાર સાથે મળીને યાદગાર બનાવવા માગે છે. કેટલાક લોકો તો વિદેશ ન્યૂયર મનાવવા જતા પણ રહ્યા.જો તમે પણ તમારા પરિવાર સાથે અા લાક્ષણિક અને યાદગાર પળોને કાયમી યાદ રહી જાય તેવી બનાવવા ઈચ્છતા હો તો દેશમાં અાવા કેટલાક શહેરો છે જ્યાં નવા વર્ષની ઉજવણી કરવી હંમેશા માટે યાદગાર બની જશે.અાવો જાણીએ નવા વર્ષે કઈ જગ્યા છે ખાસ જ્યા થશે નવા વર્ષની ઉજવણી.
પોડિચેરી ખૂબ જ સુંદર જગ્યા છે બીચ પર મસ્તી કરવા માટે મન હોય તો આ જગ્યા તમારા માટે છે ખાસ.અહીંયા વિદેશથી પણ લોકો અહીં આવે છે ફ્રેન્ચ સ્ટાઇલની બિલ્ડિંગ્સ, ક્લબ અને પાર્ટીના માહોલ તમને મસ્તી કરવા મજબૂર કરી દેશે.
બેંગલુરૂ અાઈટી હબ ગણાતા અા સ્થળે નવા વર્ષે ભવ્ય પાર્ટીનું અાયોજન કરવામાં અાવે છે.
ગોકર્ણ ભારતના કર્ણાટકમાં મેંગલોર પાસે આવેલું એક ગામ છે. ગોવાની ભીડ-ભાડમાં નવા વર્ષની ઉજવણી કરવા કરતા અા જગ્યા વધુ સારી છે અા સ્થળે ખાસ કરીને અા દિવસ ઉજવાય છે. અહીં સુંદર બીચ અને પાર્ટીના માહોલમાં પરિવાર સાથે ખૂબ મજા આવે છે.
નવા વર્ષની શરૂઆતમાં ડીપ સી ડ્રાઇવિંગ, કાયાકિંગ, યાચ સેલિંગ (Yacht Sailing) વગેરેની મઝા માણવા ઈચ્છતા હો તો કક્ષદ્વીપ તમારા માટે ખુબજ રોમાંચક જગ્યા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.