હિન્દુ-પુરાણોમાં માણસોના વ્યવહારને લગતી અનેક બાબતો કહેવામાં આવી છે, જેનાથી માનવીને દરેક વ્યવહાર વિશેની ખબર પડે છે. એવી જ કેટલીક બાબતો પુરુષો વિશે પણ બતાવવામાં આવી છે જેનાથી સ્ત્રી અને પુરુષને ભાગ્યશાળી હોવાની જાણ થાય છે. અહીં જાણો ગરુડપુરાણમાં બતાવેલી એવી જ 10 બાબતો જે કોઈપણ પુરુષને ભાગ્યનો ધની બનાવે છે.
1. જે પુરુષની નાભિ ઉંડી, સ્વર ગંભીર અને અંગોનાં સાંધા મજબૂત, મુખ, લલાટ અને છાતી પહોળી હોય છે, તે રાજસુખ મેળવે છે
2. જે પુરુષનું નાક, નખ, મુખ ઊંચા હોય છે, પીઠ, ગળું અને જાંઘ નાના હોય છે. આંખ, હાથ, પગ, તાળવું, હોઠ, જીભ અને નખ એ લાલિમાયુક્ત હોય, તે શાહી વૈભવની સાથે જીવન પસાર કરે છે.
3. આ પ્રકારે જેની દાઢી, આંખ, હાથ, નાક અને બન્ને સ્તનની વચ્ચે અંતર આ પાંચ મોટા હોય, પણ દાંત, વાળ, આંગળીઓના ટેરવા, ત્વચા અને નખ આ પાંચ બારીક હોય તો તે સત્તાને પ્રાપ્ત કરનાર કે રાજા બને છે.
4. મોટી તથા કાળા રંગની આંખો વાળા પુરુષ ભાગ્યશાળી, નીલા કમલ જેવી આંખો વાળા વિદ્વાન, દ્રઢ અને સ્થિર આંખો વાળા રાજસુખ મેળવનારા હોય છે, પરંતુ નબળી અને દીન આંખો વાળા દરિદ્ર પુરુષ હોય છે.
5. જે પુરુષ ઉત્તમ શ્રેણીના હોય છે, તેનું હસવું ધીરેધીરે હોય છે. નીચ કે અધમ પુરુષ ઊંચા સ્વર તથા શબ્દો સાથે હસે છે. હસતા સમયે આંખોને બંધ કરનાર પુરુષ પાપી હોય છે.
6. જે વ્યક્તિનું કપાળ ઊંચું અને સ્વચ્છ હોય છે તે શ્રેષ્ઠ પુરુષ બને છે. નાના કપાળ વાળા પ્રશંસનીય અને ધનવાન હોય છે.
7. મધના રંગ વાળી કમળ સમાન અને ખૂણાં પર લાલીમાં ધરાવતી આંખો વાળા પુરુષ લક્ષ્મીના સ્વામી અને મહાત્મા પ્રવૃત્તિના હોય છે.
8. જે પુરુષની ભમર મોટી હોય છે, તે સુખી તથા ધની પરંતુ ઊંચી ભમર હોવાથી ઓછી ઉમરવાળા, ત્રાંસી કે આડી-અવળીઆંખ વાળા કે વધારે લાંબી આંખ વાળા ગરૂબ તથા બન્ને ભમર મળેલી હોય તો તે ધનહીન થાય છે.
9. જે પુરુષની ભમર બાળ ચંદ્રમા સમાન હોય છે, તે રાજા સમાન હોય છે. વળી જે પુરુષની ભમર વચ્ચેખી નીચેની તરફ નમેલી હોય તો તે પુરુષ પરસ્ત્રીગમન કરનાર હોય છે.
10. જે પુરુષનો ચહેરો અને મુખ પર તેજ જોવા મળે અને દીનતા ન જોવા મળે તે શુભ હોય છે. તો વળી, રૂક્ષ, ભાવહીન ચહેરા તથા આસુંઓથી ભરેલી આંખો વાળા અશુભ હોય છે.