આ પીળા ફળો અને શાકભાજી વધારે છે રોગપ્રતિકારક શક્તિ, હૃદય અને ડાયાબિટીસમાં છે ફાયદાકારક
પીળા રંગના ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં, તમને પીળા રંગના ફળો અને શાકભાજીમાં કોળું, લીંબુ, પપૈયું, નારંગી, કેનટાલૂપ, કેપ્સિકમ, મકાઈ, અનાનસ અને કેળા જેવી વસ્તુઓ મળશે. પીળા રંગના ફળો અને શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં તેનો સમાવેશ કરવો જ જોઈએ. જાણો તેમના ફાયદા.
પીળા કેપ્સીકમઃ- પીળા કેપ્સીકમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ્સ હોય છે. પીળા સિમલામાં ફોલેટની સારી માત્રા હોય છે જે હોમોસિસ્ટીનનું સ્તર નિયંત્રિત કરે છે. હાર્ટ પેશન્ટે તેનું સેવન કરવું જોઈએ.
પાઈનેપલ- પાઈનેપલમાં પોટેશિયમ અને બીજા ઘણા મહત્વપૂર્ણ એન્ઝાઇમ જોવા મળે છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. અનાનસ શરીરને ડિટોક્સિફાય કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેને ખાવાથી આંખોની રોશની વધે છે અને મોતિયાનું જોખમ ઓછું થાય છે.
કેળા- કેળા એ દરેક ઋતુમાં જોવા મળતું ફળ છે. કેળામાં વિટામિન A, B, C, E, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એમિનો એસિડ હોય છે, જે એલર્જી સામે રક્ષણ આપે છે. કેળામાં વિટામિન B6 જોવા મળે છે, જે એન્ટીઓક્સીડેન્ટ છે.
લીંબુ- લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો અને સાઇટ્રિક એસિડ છે. તેને ત્વચા પર લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે. લીંબુ ઇન્સ્યુલિન પ્રતિકાર સુધારે છે. ડાયાબિટીસના દર્દીએ લીંબુ ખાવું જોઈએ.
મકાઈ- મકાઈ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મકાઈમાં વિટામિન B ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે મગજને સ્વસ્થ રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. મકાઈમાં ફોલિક એસિડ અને વિટામિન B5 પણ જોવા મળે છે. મકાઈ આંખના સ્વાસ્થ્ય માટે પણ સારી છે.