Ajit Pawar News: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી જીત મળી છે. ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે અઅજિત પવારનું જૂથ અસલી NCP છે, ચૂંટણી પંચનો નિર્ણય
અસલી NCP અજિત પવારનું જૂથ છે. લોકસભા ચૂંટણી પહેલા શરદ પવાર માટે આ મોટો ઝટકો છે.
6 મહિના સુધી ચાલેલી 10 થી વધુ સુનાવણીઓ પછી, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં વિવાદનું સમાધાન કર્યું છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. NCPના મોટાભાગના ધારાસભ્યોને પોતાની સાથે લઈને ગયા વર્ષે જુલાઈમાં અજિત પવાર કાકા શરદ પવારથી અલગ થઈ ગયા હતા. તેમણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના સરકારને સમર્થન આપ્યું હતું.