મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માત, કન્ટેનર સાથે કાર અથડાઈ, 2ના મોત, 4 ઘાયલ
મુંબઈ પુણે હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાયગઢ જિલ્લામાં, એક કન્ટેનર તેની ઝડપી ગતિથી નિયંત્રણ ગુમાવ્યું અને સામેની બીજી લેનમાં જતાં પલટી ગયું. કન્ટેનરની અડફેટે 5 કાર આવી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે.