દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કર અને કારની ટક્કર, બેનાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઉમરી ગામ પાસે એક ઓઈલ ટેન્કર અને લક્ઝરી વાહનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેન્કરમાં સવાર બે લોકોના મોત થયા હતા, જ્યારે ટેન્કરમાં સવાર એક વ્યક્તિ સહિત લક્ઝરી કારમાં બેઠેલા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ટેન્કરમાં સવાર રામપ્રીત અને કુલદીપનું કરૂણ મોત નિપજ્યું છે.