મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૨૫ જુન ૨૦૨૦ સુધીમાં ૩૬૪૬ સેમ્પલ લેવામાં આવેલ છે. જેમાંથી ૩૩૫૬ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં શુક્રવારે ૧૩૦ સેમ્પલનું રીઝલ્ટ આવેલ છે. જે તમામ ૧૩૦ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં ૧૩૭ સેમ્પલના પરીણામ પેન્ડીંગ છે.
મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોવિડ-૧૯ના ૨૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસ ૫૧ છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૭૩ દર્દીઓએ કોરાનાને પરાસ્ત કરતાં રજા આપવામાં આવેલ છે.
શુક્રવારે મહેસાણા જિલ્લામાં ખાનગી લેબ ખાતે ૦૬ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની વિગતો જોઇએ તો..૩૫ વર્ષીય હિમાશુંભાઇ ધોળકીયા જે ૨-વશુંધરા સોસાયટી બેચરાજી ખાતે રહે છે. ૩૭ વર્ષીય રીતેશભાઇ ધોળકીયા જેઓ ૪-શક્તિનગર નંદનવન સોસાયટી બેચરાજી ખાતે રહે છે. આ બંન્ને દર્દીઓને ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરેલ છે. આ બંન્નેના સેમ્પલ અનિપથ સ્પેસિયાલિટી લેબોરેટ્રી લી. અમદાવાદ ખાતે લીધેલ છે. ૭૩ વર્ષીય રામાભાઇ પટેલ જે ૧૨- શુકન બંગ્લોઝ કરણનગર રોડ કડી ખાતે રહે છે. ૬૭ વર્ષીય જગજીવનભાઇ પટેલ જે મેઢા કડી ખાતે રહે છે. આ બંન્ને દર્દીઓને રિધમ હોસ્પિટલ કડી ખાતે દાખલ કરેલ છે. જેઓના સેમ્પલ પેનગનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લી અમદાવાદ ખાતે લીધેલ છે. ૨૨ વર્ષીય વર્ષીલ પટેલ જે ૧૧- તિરૂપતિ સોસાયટી કડી ખાતે રહે છે. જેમને હોમ આઇસોલેશન કરેલ છે. જેમના સેમ્પલ અનિપથ સ્પેસિયાલિટી લેબોરેટ્રી લી. અમદાવાદ ખાતે લીધેલ છે. ૩૫ વર્ષીય જિગ્નેશકુમાર પટેલ જે સી-૯૦ કૌશલ્ય બંગ્લોઝ નાનીકડી ખાતે રહે છે. જેમને હોમ આઇસોલેશન કરેલ છે. જેમના સેમ્પલ સનફ્લાવર લેબોરેટ્રી મેમનગર અમદાવાદ ખાતે લીધેલ છે. આ ૦૬ દર્દીઓ પોઝીટીવ જાહેર થયેલ છે