પરિણીત યુવાનએ પોતાની પત્ની સાથે છેતરપિંડી કરીને પ્રેમિકા સાથે પુન:લગ્ન કરી લીધાનો મામલો મહેસાણા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવ્યો હતો. જેમાં બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો વચ્ચે પતિએ પ્રથમ પત્નીને રાખવાનો ઇન્કાર કરતાં આખરે મામલો ભરણપોષણ અને પુન:લગ્ન ગેરકાયદે હોવા સંબંધે પોલીસ ફરિયાદ કરવા સુધી પહોંચ્યો હતો.
પત્ની તેના પિયર ગઈ હતી અને ત્યાં તેણીએ જોયું કે પોતાના પતિએ તેના મોબાઇલમાં મંદિરમાં મહિલાની પાંથીમાં સિંદૂર પૂરવાના અને હાર પહેરાવતા મૂકેલા ફોટા જોઇ તેની પત્ની ચોંકી ગઇ હતી અને છુટાછેડા વિના લગ્ન ના કરી શકે તે મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તપાસ કરતાં પતિએ મિલકતના દસ્તાવેજોમાં સહી કરાવવાનું કહી છુટાછેડા લેખમાં સહીઓ કરાવી દીધાનું ખુલ્યું હતું.