દેશ માં પેટ્રોલ -ડીઝલ ના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે મુંબઇ કોગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપના ની આગેવાની હેઠળ આજે એન્ટોપ હિલનાં ભરણીનાકા વિસ્તારમાં બળદગાડા પર રેલી નિકળી હતી. જેમાં સૌથી આગળ ચાલી રહેલા બળદ ગાડામાં કોગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપ તેમના 12 જેટલા સાથીઓ સાથે ઊભા હતા તે સમયે અચાનક જ ગાડામાં વજન વધી જતા લાકડાનું ગાડુ તૂટી પડતા ભાઇ જગતાપ તેમના સમર્થકો સાથે નીચે ગબડી પડ્યા હતા.
ભાઇ જગતાપને સમર્થકોએ હાથ પકડીને ઉભા કર્યા હતા. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી પણ બળદગાડુ સંપૂર્ણ રીતે તૂટી ગયુ હતુ. એક બળદના પગ પર ઇજા થઇ છે. કોગ્રેસની આ રેલી એન્ટોપ હિલ થી અંદાજે બે કિલોમીટર સુધી જવાની હતી. આ ઘટના બાદ પણ કોગ્રેસે કેંન્દ્ર સરકારનાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા ના વિરોધમાં પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.