લાતુર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસને લઈ જતું હેલિકોપ્ટર લાતુરમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. જેમાં તેમનો ચમત્કારીક બચાવ થયો છે. ફડણવીસની સાથે તેમનો અંગત સ્ટાફ પણ હતો.હેલિકોપ્ટર વધારે ઊંચાઈ પર ઉડી રહ્યું નહોતું, આ કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં પડી ગયો ખાડો
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર લેન્ડિંગ કરતી વખતે ધડામ દઈને જમીન પર પડ્યું હતું. જ્યાં હેલિકોપ્ટર પડ્યું ત્યાં મોટો ખાડો થઈ ગયો છે. ફડણવીસને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.