શહેરમાં પ્રાઇવેટ ટૅક્સીમાં મુસાફરી કરતી મહિલાઓ સાથે છેડછાડની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ પ્રકારની વધુ એક ઘટના મંગળવારે બપોરે બની હતી. એમાં ઓલા કૅબના ડ્રાઇવરની શિવાજી પાર્ક પોલીસે એક મહિલા સાથે છેડછાડ કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
શૅર કૅબ બુક કરાવી હતી. આ કૅબમાં એક પૅસેન્જર હતો. એ પૅસેન્જર થોડે દૂર ગયા બાદ ઊતરી ગયો હતો. ત્યાર બાદ કૅબ શિવાજી પાર્ક તરફ પહોંચી એ સમયે ડ્રાઇવરે તેના પૅન્ટની ઝિપ ખોલીને હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી. મહિલાએ આ હરકત જોઈને તરત કૅબ રોકી હતી અને શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં જઈને આ ઘટના વિશે ફરિયાદ નોંધાવી હતી.’
પોલીસે મહિલાની ફરિયાદના આધારે છેડછાડનો કેસ નોંધીને કૅબના ડ્રાઇવરને રાત્રે જ ઝડપી લીધો હતો. ઝડપાયેલો આરોપી ૪૦ વર્ષનો અરુણ તિવારી છે. તેને ગઈ કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.