એથી મહિલાએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપીએ નાસી જવાની કોશિશ કરી ત્યારે પબ્લિકની મદદથી રેલવે-સ્ટેશન પર હાજર પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. મરીન ડ્રાઇવ પોલીસે આ કેસમાં સાઉથ મુંબઈની હોટેલમાં વેઇટર તરીકે કામ કરતા મૂળ રાયગડના ૩૯ વર્ષના મનોજ મોહિતેની ધરપકડ કરી હતી અને ગઈ કાલે હૉલિડે કોર્ટમાં રજૂ કર્યો હતો.
૩૯ વર્ષની મહિલા પ્રોફેસર શનિવારે બપોરે સાડાબાર વાગ્યે કૉલેજથી નીકળીને ચર્ચગેટ રેલવે-સ્ટેશન તરફ ચાલીને જઈ રહી હતી ત્યારે કોઈ તેનો પીછો કરતું હોવાનું મહિલાને લાગતાં મહિલાએ પાછળ ફરીને જોયું હતું ત્યારે આરોપી તેની પાછળ હતો. પ્રોફેસરે સ્ટેશન તરફ ચાલવાનું ચાલુ રાખ્યું હતું ત્યારે આરોપીએ ફરી તેનો પીછો કર્યો હતો. ગવર્નમેન્ટ લૉ કૉલેજ પાસે પહોંચતાં આરોપી એકદમ તેની પાછળ ચાલતો હોવાની મહિલાને ખબર પડી હતી. એથી તે ઊભી રહી ગઈ હતી ત્યારે આરોપીએ પૅન્ટની ઝિપ ખોલીને હસ્તમૈથુન કર્યું હતું અને અશ્લીલ ચાળા પણ કર્યા હતા. આ અભદ્ર હરકતને કારણે મહિલાએ બૂમાબૂમ કરી મૂકતાં રાહદારીઓ મદદ માટે આવ્યા હતા ત્યારે આરોપીએ ચર્ચગેટ સ્ટેશન તરફ નાસવાની કોશિશ કરી હતી અને સ્ટેશન પર હાજર પોલીસે રાહદારીઓની મદદથી આરોપીને પકડી પાડ્યો હતો.
આરોપીએ પોલીસ સામે દાવો કર્યો હતો કે તે હસ્તમૈથુન નહોતો કરી રહ્યો, પેશાબ કરી રહ્યો હતો. એ સમયે જ મહિલાએ તેને જોયો હતો. મહિલાના આક્ષેપની તપાસ કરવા માટે પોલીસ હાલમાં ઘટનાસ્થળના CCTV કૅમેરાના ફુટેજની તપાસ કરી રહી છે.