ભાજપ્ના મુંબઈ યુનિટના ઉપાધ્યક્ષની કંપ્ની પર એક કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે. પૂણે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ભાજપ્ના નેતા મિહિર કોટેચાની કંપ્ની ઈન્ટિગ્રીટી લોજિસ્ટિક સોલ્યૂશન()ની ચાંદિવલીની ઓફિસમાં દરોડા પાડ્યા હતાં. કોટેચાએ વડાલાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ કોંગ્રેસના નેતા કાલિદાસ કોલાંબકર સામે હારી ગયા હતાં. પાર્ટીના મુંબઈ યુનિટના ઉપાધ્યક્ષ પસંદગી પામ્યા તે પહેલા તેઓ ભાજપ્ના યુવા મોરચાના અધ્યક્ષ હતાં.
સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે એ એપ્રિલ 2014 અને માર્ચ 2015 વચ્ચે ટેક્સ ચોરી કરી છે. ત્યારબાદ શુક્રવારે દરોડા પાડવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ કંપ્નીની અલગ અલગ બેલેન્સ શીટ અને હાર્ડ ડિસ્કની તપાસ કરી છે. સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ વાતની પણ તપાસ કરી રહ્યું છે કે શું કંપ્નીએ સર્વિસ ટેક્સ બચાવવા માટે બે ઈનવોઈસ તૈયાર કયર્િ હતાં. આ બાજુ એક અખબારના અહેવાલ મુજબ કોટેચાએ પોતાની કંપ્ની પર દરોડા પડ્યાનો સ્વીકાર કર્યો છે.
મિહિર કોટેચાએ કહ્યું કે ટેક્સ ભરવામાં વાર લાગી કારણ કે પૂણેના એક કમર્ચિીર વિજય ગોડરે કંપ્નીના ફંડમાંથી ગોટાળો કરીને 3 રૂપિયા ગાયબ કયર્િ હતાં. આ રકમ સર્વિસ ટેક્સ અને અન્ય વિભાગોને ટેક્સ ચૂકવવા માટે બાજુમાં રખાઈ હતી. વિજયે કાગળો સાથે હેરાફેરી કરી હતી અને કંપ્નીએ તેની સામે પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિજય હાલ આ મામલાની હાઈકોર્ટમાં સુનવણી થાય ત્યાં સુધી વચગાળાના જામીન પર બહાર છે.