મુંબઇ ખાતે અમેરિકન વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ)ના ભુતપૂર્વ કોન્સુલ જનરલ ટોમ વાયડાના સ્થાને નવા કોન્સુલ જનરલ તરીકે એડગર્ડ કેગને પહેલી ઓગસ્ટ,૨૦૧૭ થી પદભાર ગ્રહણ કર્યો છે.
મુંબઇ ખાતે કોન્સુલ જનરલ તરીકેની નિમણુક પહેલા એડગર્ડકેગન મલેશિયાના કુઆલા લુમ્પુર ખાતે અમેરિકન રાજદૂતાલયમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે ફરજ બજાવતા હતા. કોન્સુલ જનરલ કેગન અમેરિકા મિશનના ડેપ્યુટી ડિરેકટર તરીકે વોશિંગ્ટનમાં યુનાઇટેડ નેશન્સ ખાતે ફરજ બજાવવા ઉપરાંત ચીન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાઇલ, હંગેરી અને આઇવરી કોસ્ટ ખાતે રાજદ્વારી ફરજ બજાવી ચૂકયા છે. તેઓ યેલ યુનિવર્સિટીના સ્નાતક છે. વર્ષ ૧૯૯૧માં તેઓ અમેરિકાના વિદેશ વિભાગમાં જોડાયા હતા.
‘‘પશ્ચિમ ભારત ખાતે અમારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થતા હું અને મારો પરિવાર ગૌરવાન્વિત થયા છીએ, હું પヘમિ ભારતના લોકોને મળવાની તથા તેમની સાથે કામ કરીને અમેરિકા ભારતની ભાગીદારીને તમામ સ્તરે આગળ ધપાવવાની મહેચ્છા ધરાવું છું” એવું કેગને જણાવ્યું હતું.
કોન્સુલક જનરલ કેગનના પરિવારમાં તેમના પત્ની, ત્રણ સંતાનનો સમાવેશ થાય છે. તેવું યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઇની યાદી જણાવે છે.