મુંબઈ.
શીના બોરા મર્ડર કેસની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના એક ઈન્સ્પેક્ટરની પત્નીની આજે સવારે ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા બાદ તેનો દીકરો અને પરિવારનો સભ્ય લાપતા છે. ઉપરાંત મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર ગણેશ્વર ગાનોરની પત્ની દીપાલીનું તેના જ ઘરમાંથી શબ મળી આવ્યું છે. ઘટના બાદ તેનો દીકરો લાપતા છે. ઉપરાંત પરિવારનો એક સભ્ય પણ ગુમ છે. તેથી હત્યામાં પરિવારના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ગણેશ્વર સ્તબ્ધ છે.મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર ગણેશ્વર ગાનાર ચર્ચિત શીના બોરા મર્ડર કેસની તપાસ કરી રહ્યા હતા. તેઓ મુંબઈના ખાપ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા અને ત્યાંથી જ આ કેસની તપાસ કરતાં હતા. તેની તપાસના આધારે જ મર્ડર મિસ્ટ્રીની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને ધરપકડ કરીને જેલ મોકલવામાં આવી હતી. ઘટના બાદ ગણેશ્વર સ્તબ્ધ છે.મુંબઈના શીના બોર્ડર મર્ડર કેસમાં પૂર્વ મીડિયા દિગ્ગજ પીટર મુખર્જી અને તેની પત્ની ઈન્દ્રાણી જેલમાં બંધ છે. વર્ષ 2012માં શીનાની હત્યા કરી દેવામાં આવી હતી. તેનું શબ જંગલમાં લઈ જઈ દફનાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ મુદ્દે ઈન્દ્રાણીના પૂર્વ પતિ અને ડ્રાઈવર પણ આરોપી છે. સીબીઆઈ આ મુદ્દાની તપાસ કરી રહી છે