નવી દિલ્હી તા. ૧૨: સરકારે જયારથીદેશમાં પેટ્રોલ અનેડીઝલની કિંમતમાંપ્રતિદિન ફેરફાર કરવાનોનિર્ણય કર્યો છે ત્યારથીતેની કિંમતમાં એકતરફીવધારો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત એક વખતફરીથી ચર્ચામાં આવી છે આયાતી ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લાંએક અઠવાડિયામાં બેરલદીઠ આશરે ૩.૫૦ ડોલર વધી જતાંદેશમાં પેટ્રોલનો ભાવ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીનાસૌથી ટોચની સપાટીએ પહોંચી ગયો છે.
સોમવારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઇમાં લિટરે રૂપિયા ૭૯.૪૧ પર પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય તેલ બાસ્કેટ ૭૩ ટકા સાઉર ગ્રેડ દુબઇ અને ઓમન ક્રૂડ્સઅને બાકીનું સ્વીટ ગ્રેડ બ્રેન્ટનું બનેલું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ૫૩.૬૩ ડોલરે પહોંચ્યું છે.
દરમિયાન, જુલાઈ મહિનાથી ફયૂઅલના ભાવના દૈનિક ફેરફાર હેઠળ મુંબઇમાં પેટ્રોલનો ભાવ સોમવારેરૂપિયા ૭૯.૪૧ થયો હતો, જે ઓગસ્ટ ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાંલિટરે રૂપિયા૧૩ અને ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા૨૫નો વધારો થયો હતો.
સોમવારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં લિટરે રૂપિયા૭૦.૩૦ હતો. કોલકાતામાં રૂપિયા૭૩.૦૫ અને ચેન્નાઇમાંરૂપિયા ૭૨.૮૭ પહોંચી ગયો હતો. અમદાવાદમાં ૭૨.૯૩ની આસપાસ ભાવ હતો.