Cid crime ના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડિયાન એ CID ક્રાઈમમાં નવી ઊર્જા પ્રદાન કર્યો અને ત્યારબાદ અલગ અલગ ઓપરેશન સફળતાથી પાર પાડ્યા….
રાજયમાં લોકસભાની, ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયો છે. આંગડિયા પેઢીઓ પર રાજ્યની CID ક્રાઈમના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં આંગડિયા પેઢીઓ પર રાજ્યની CID ક્રાઈમ દ્વારા દરોડા પાડીને બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં 17 કરોડ વધુ રોકડા રિકવર કરાયા હોવાની વિગતો સાપડી છે
રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે રાજ્યની CID ક્રાઈમે દરોડા પાડયાં છે. આ દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ
સમગ્ર રાજ્યમાં ૨૫ જગ્યાઓ પર ૪૦ અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં
અમદાવાદમાં સી.જી. રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે, સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 17 કરોડ વધુ રોકડા ની રિકવર પણ કરાયા છે. આંગડિયા પેઢીઓ પર CIDના રાજયવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. RTGS દ્વારા
ગેરકાયદેસર નાણાંની હેરાફેરી અને આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ અમદાવાદ છે.
સુરત, રાજકોટ સહિતના ૨૫ જગ્યા પર ૪૦ અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 17 કરોડ વધુ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા લોકોના વ્યવહારની તપાસ ચાલી રહી છે. Cid ક્રાઈમ ના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયન ના દેખરેખમાં કાર્યવાહી કરવામાં આવી છે તેમની અલગ-અલગ ટીમે રાજ્યભરમાં આંગડિયા પેઢી અલગ અલગ ઓફિસમાં દરોડા પાડ્યા છે જેમાં ઘણા ચોકાવનારી માહિતી પણ સાંભળવામાં આવી છે કરોડોની આર્થિક વ્યવહાર ની વિગતો પણ બહાર આવવા પામી છે અમદાવાદમાં સીજી રોડ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં ટેક્સટાઈલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈક્રમટેક્સ વિભાગનું
સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈક્રમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરોડાને પગલે અનેક વેપારીઓ અને આંગડિયા પેઢીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આગામી દિવસમાં આંગડિયા પેઢીના ગેરકાયદેસર વ્યવહાર ની વિગત બહાર આવે એવી શક્યતા દેખાઈ રહી છે લોકસભાના ઇલેક્શન દરમિયાન પણ આર્થિક વ્યવહારો શરૂ રાખ્યા હતા જેની લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને હાલમાં ipl મેચ રમાઈ રહી છે ટીમ મેચ પર સટ્ટો રમતો હોય છે અને તેનો વ્યવહાર આંગળીઓ દ્વારા થતો હોવાની વ્યાપક શક્યતાને લઈને દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આજે સવારથી જ અલગ અલગ જગ્યા પર દરોડા ના કાર્યવાહી બીજા દિવસે પણ શરૂ રાખી છે
CID ક્રાઇમના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પંડિયાન મહત્વની તપાસમાં સમગ્ર ટીમને સાથે લઈને ચાલતા હોય છે જેને લઇને અકલ્પનીય કામ પણ કલ્પના કરી નાખતા હોય છે વધુ એક ઉદાહરણ આંગડિયા પેઢીના દરોડો દરમિયાન બહાર આવવા પામ્યું છે cid crime માં પહેલા અધિકારીઓ કામ કરતા અચકાતા હતા હવે અધિકારીઓ સામેથી કામ કરતા થઈ ગયા છે