ભારતદેશ ની ઓળખ એટલે ભારતના રાષ્ટ્રીયપ્રતીકો.. આ પ્રતીકો દ્વારા ભારતદેશે પોતાની આગવી ઓળખ મેળવી છે એમા પણ આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો આમાં ચારચાંદ લગાવે છે. આપણા તિરંગાના રંગો વિશે આપણે સહુ જાણીએ છીએ. કેસરી રંગ બલિદાનનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે, અને વચ્ચે આવેલો અશોક ચક્ર એકતાનું પ્રતીક..
કેટલું બધું કહી જાય છે આ તિરંગાના રંગો.
આપણા દેશમાં એવા પણ રાષ્ટ્રધ્વજો છે જેમની ઉંચાઈ તિરંગાની ઉચ્ચવિચારધારાને સાબિત કરે છે.. આ રાષ્ટ્રધ્વજને એટલા ઉચ્ચા ફરકાવવામાં આવ્યા છે જેનાથી દૂરથી જ જોતા મનમાં તે ધ્વજ પ્રત્યે માન ઉપજે.
1. બેલગાવી
ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બેલગાવી જેને બેલગામ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં ફરકવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજની ઉંચાઈ 360.89 ફિટ છે. આ ધ્વજ કર્ણાટક રાજ્યમાં આવેલો છે
2. અટારી બોર્ડર
ભારતનું સૌથી લાંબુ બીજું રાષ્ટ્રધ્વજ અટારી બોર્ડર પાર આવેલું છે. 120×80 ચો.ફીટ માપ ધરાવતું આ રાષ્ટ્રધ્વજ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રધ્વજ છે. 360 ફુટ લાંબા લોખંડના દંડ પર આવેલું છે. આ રાષ્ટ્રધ્વજ પાકિસ્તાન ભારતની આંતરરાષ્ટ્રીય સીમા અટારી બોર્ડર અમૃતસરમાં આવેલું છે.
3. કોલ્હાપુર
ભારતનું બીજું સૌથી લાંબુ રાષ્ટ્રધ્વજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીદેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોલ્હાપુર ખાતે SP ઑફિસની સામે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનું ઉડઘાટન 1 મે 2017ના રોજ કરવામાં આવ્યું હતું. આ ધ્વજની ઉંચાઈ 303 ફૂટ છે.
4. રાંચી
ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ જે કોઈ ઉંચાઈ વાળી જગ્યા પર આવેલો હોય તો એ રાંચીમાં પહારી મંદિર પાર આવેલો રાષ્ટ્રધ્વજ છે. જેનું ઉદઘાટન મોહન પરિકર દ્વારા 23 જાન્યુઆરી 2016 ના દિવસે કરવામાં આવ્યો હતું. પહારી મંદિર પોતાના પ્રાચીન શિવમંદિરો માટે જાણીતું છે. આ ધ્વજની ઉંચાઈ 293 ફુટ છે.
5. હૈદરાબાદ.
ભારતના નવા રાજ્ય તેલંગાણાને પોતાની 2જી વર્ષગાંઠ પર 291 ફુટ ઉંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજનું ઉદ્ઘાટન હૈદરાબાદની હુસૈન સાગરસરોવર ના કિનારે સંજીવાહ પાર્ક ખાતે કર્યું હતું.