ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના વધુ 4 નામની જાહેરાત કરી છે. 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાલા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જશા બારડને ટિકિટ આપી હતી . હજુ ત્રણ બેઠકના ઉમેદવારો જાહેર કરવાના ભાજપ માટે બાકી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપે નવા નિશાળીયાને ટીકીટ આપી છે.
આણંદમાં મિતેશ પટેલને ટિકિટ આપતા સાંસદ દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભીને પાટણની ટિકિટ આપી છે. પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, BJPમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે. હવે તાલાલા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આવી જતા પેટાચૂંટણી હાલ યોજી શકાશે નહીં.
અત્યાર સુધી ભાજપના ઉમેદવારો
- કચ્છ – વિનોદ ચાવડા
- સાબરકાંઠા – દીપસિંહ રાઠોડ
- અમદાવાદ – પશ્ચિમ કિરીટ સોલંકી
- સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા
- રાજકોટ – મોહન કુંડારિયા
- જામનગર – પૂનમ માડમ
- અમરેલી – નારણ કાછડિયા
- ભાવનગર – ભારતીબેન શિયાળ
- ખેડા – દેવુસિંહ ચૌહાણ
- દાહોદ – જસવંતસિંહ ભાભોર
- ભરૂચ – મનસુખ વસાવા
- વડોદરા – રંજન ભટ્ટ
- બારડોલી – પ્રભુ વસાવા
- નવસારી – સી. આર. પાટીલ
- વલસાડ – કે. સી. પટેલ
- ગાંધીનગર – અમિત શાહ
- બનાસકાંઠા – પરબત પટેલ
- પોરબંદર – રમેશ ધડૂક
- પંચમહાલ – રતનસિંહ રાઠોડ
- આણંદ – મિતેષ પટેલ
- પાટણ – ભરતસિંહ ડાભી
- જૂનાગઢ – રાજેશ ચુડાસમા
- છોટા ઉદેપુર- ગીતાબેન રાઠવા