લોકસભા ચૂંટણી ના ઉમેદવારોની ફાઇનલ યાદી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહામંત્રી દલસુખ દલસાણીયા દિલ્હી પહોંચ્યા છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે ઉમેદવારોની યાદી અંગે ચર્ચા વિચરણા અને યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
હાલ ગુજરાતની 26 બેઠક માટે ગુજરાત ભાજપના સંભવિત ઉમેદવારોના જે નામ ચર્ચામાં આવી રહ્યા છે તેમાં 11 સાંસદોની ટીકીટ કપાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે દરેક બેઠક પર ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી છે. ઘૂળેટીના તહેવાર પૂર્ણ કરી સીએમ રૂપાણી દિલ્હી પહોંચી ગયા છે.
ભાજપના સંભવિત ઉમેદવારો
1-કચ્છ-વિનોદ ચાવડા
2- બનાસકાંઠા-પરબત પટેલ
3- પાટણ- ભરતસિંહ ડાભી
4-મહેસાણા-સી.કે.પટેલ
5-સાબરકાંઠા-દિપસિંહ રાઠોડ અથવા મહેન્દ્રસિંહ વાઘેલા
6-ગાંધીનગર -અમિત શાહ ( જાહેર કરી દેવાયા)
7-અમદાવાદ પૂર્વ-હરિન પાઠક અથવા સી.કે.પટેલ
8- અમદાવાદ પશ્ચિમ- ડો.કિરીટ સોલંકી
9- સુરેન્દ્રનગર-ડો.મુંજપરા
10-રાજકોટ-મોહન કુંડારિયા
11- પોરબંદર – જશુમતિ કોરાટ અથવા ભરત બોઘરા
12- જામનગર-પૂનમ માડમ
13- જૂનાગઢ -રાજેશ ચુડાસમા
14- અમરેલી -નારણ કાછડિયા
15- ભાવનગર-રાજેન્દ્રસિંહ રાણા
16- આણંદ- દિલીપ પટેલ, દિપક સાથી અથવા બકાભાઇ પટેલ
17-ખેડા-દેવુસિંહ ચૌહાણ
18- પંચમહાલ-સી.કે.રાઉલજી અથવા તુષાર મહારાવ
19- દાહોદ-જશવંત સિંહ ભાભોર
20-વડોદરા-રંજન ભટ્ટ
21-છોટાઉદેપુર-રામસિંહ રાઠવા
22-ભરૂચ -મનસુખ વસાવા, અથવા ચંદુ દેશમુખના પુત્રી
23- બારડોલી-પ્રભુ વસાવા
24- સુરત- દર્શના જરદોષ અથવા નીતિન ભજિયાવાલા
25- નવસારી-સી.આર.પાટીલ
26- વલસાડ- ઉષા પટેલ અથવા ડી.સી.પટેલ