ત્રીજા તબક્કાની ચૂંટણીમાં વિશ્લેષણ કરેલા 1594 ઉમેદવારો પૈકી 340 -(21% ) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેમાથી 230 (14%) પર ખુબજ ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, મહિલાઓ સામેના અત્યાચાર વગેરે નોંધાયેલ છે. જ્યારે 14 ઉમેદવારો દોષી સાબિત થયા છે.
13 ઉમેદવારો પર ખૂન ના કેસિસ દાખલ થયેલ છે. જ્યારે ખૂનનો પ્રયાસ વાળા કેસ ધરાવતા 30 ઉમેદવારો છે. 14 ઉમેદવારો પર અપહરણ ના ગુનાઓ છે.
29 ઉમેદવારોની સામે મહિલા પરના અત્યાચરના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 26 ઉમેદવારો સામે ઉશ્કેરણી જનક ભાષા વાપરવા અંગેના ગુનાઓ છે.
પક્ષ – ગુનાઇત ઇતિહાસ – ટકાવારી – ગંભીર ગુના – ટકાવારી
- BJP – 38 – 39 % – 26 – 27%
- INC – 40 – 44% – 24 – 27%
- BSP – 16 – 17% – 9 – 10%
- NCP – 6 – 60% – 5 – 50%
- CPI – 11 – 58% – 6 – 32%
- AITC – 4 – 44% – 4 – 44%
- SP – 5 – 50% – 4 – 40%
- SHS – 7 – 32% – 6 – 27%
- રેડ એલર્ટ મતક્ષેત્ર
ત્રીજા તબક્કાના 115 મતક્ષેત્રો માથી 63 મતક્ષેત્રો એવા છે કે જેના 3 થી વધુ ઉમેદવારો પર ગુનાઓ નોંધાયેલ છે.