દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠક પહેલા પાર્ટીના તમામ સાંસદો નવી કેપમાં જોવા મળ્યા હતા. વાસ્તવમાં ચાર રાજ્યોની જીત બાદ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં જે રોડ શો કર્યો હતો. તે દરમિયાન આ કેપ પહેરવામાં આવી હતી. હવે આ કેપ તમામ સાંસદો અને મંત્રીઓને વહેંચવામાં આવી છે. આટલું જ નહીં ભાજપના સાંસદોને ખાસ ચોકલેટ પણ આપવામાં આવી છે. જેના પર પીએમ મોદીની તસવીર છપાયેલી છે. ચાર રાજ્યોમાં ચૂંટણી જીત બાદ ભાજપ સાવ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત ભાજપ દ્વારા સાંસદોને વહેંચવામાં આવેલી કેપ તૈયાર કરવામાં આવી છે. પાર્ટીના નેતાઓને આ ખૂબ જ પસંદ આવ્યું છે. આ પછી દિલ્હીમાં બીજેપી સંસદીય દળે આ કેપ્સ અને એનર્જી બૂસ્ટર ચોકલેટનો ઓર્ડર આપ્યો.
આ તમામ કેપ લગભગ 400 સાંસદોને વહેંચવામાં આવી હતી. હવે પાર્ટીના સાંસદો આ કેપ્સ પહેરીને ફરતા હોય છે અને એનર્જી બૂસ્ટર ચોકલેટ ખાતા જોવા મળે છે.