નવી દિલ્હી : છેવટે, હરિયાણા ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી ઓમ પ્રકાશ ધનકરને નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ઓપી ધનકર હવે સુભાષ બરાલાની જગ્યા લેશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્ય મથકના પ્રભારી અરુણસિંહે આ સંદર્ભે એક પત્ર જારી કર્યો છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા ઓમ પ્રકાશ ધનકર ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જાટ નેતા સુભાષ બરાલા પછી બીજેપીએ બીજા જાટ નેતા ઓ.પી.ધનકર પર વિશ્વાસ મૂક્યો છે.
Former Haryana minister Om Prakash Dhankar has been appointed as the new president of Haryana BJP. (file photo) pic.twitter.com/Cqnm8gQBTa
— ANI (@ANI) July 19, 2020