ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પગલે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.8 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પાસ થયેલ સી.આર.પાટીલ હવે સ્થાનિક સ્વરાજય નો જંગ જીતવા કમર કસી રહ્યા છે,ત્યારે ગઈકાલે જ તેમણે જણાવ્યું હતું કે 52 વર્ષથી ઉપરના પાર્ટીના લોકોને ટીકીટ આપવામાં નહીં આવે અને યુવાનોને ઝંપલાવી આ ચૂંટણી જીતવી જોઈએ તેવું મારુ માનવું છે જેને પગલે 52 વર્ષથી ઉપરના વરિષ્ઠ આગેવાનો હવે પોતાના પરિવાર ના સભ્યો માટે ટીકીટ માંગવા નું શરૂ કરી દેવામાં આવ્યું છે.
એક તરફ પરિવાર વાદ માટે થઈ ને ભાજપ અનેક વાર કોંગ્રેસ ઉપર વાર કરતું આવ્યું છે ત્યારે આજે હવે ભાજપના ખાડિયા જમાલપુરના અનેક વિવાદોમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા પોતાના દીકરા જૈવલ ભટ્ટ માટે ટીકીટ ની માંગણી કરી છે તો હવે પરિવાર વાદ નું વિરોધ કરતું ભાજપ પોતાના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના દીકરા માટે ટીકીટ ની માંગણી કરતા હવે ભાજપ હાઇકમાન્ડ આ વાત માનશે કે નહીં તે એક પ્રશ્ન ઉભો થયો છે અને કહેવાઇ પણ રહ્યું છે કે સ્થાનિકો માં ચાલુ કોર્પોરેટર મયુર દવે નો વિરોધ વધી રહ્યો હોવાના પગલે ભાજપ પક્ષ મયુર દવે ની ટીકીટ કાપી ને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ના દીકરા જૈવલ ભટ્ટ ને ટીકીટ આપી શકે છે.
Saturday, May 18