ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષનો અશ્વમેઘ નો ઘોડો પૂરપાટ ગુજરાતમાં ફરી વળ્યો છે… કોરોના ની તાકાત નથી કે એ કોઈને અભડાઈ શકે… 182 બેઠકો જીતવાનું સ્વપ્ન ઉત્સાહી કાર્યકરો પાર પાડશે…જ્યારે બીજી તરફ ખેસ બદલવાના કાર્યક્રમો ચાલુ છે… સામે પક્ષે કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણી ટેકટર ઉપર બેસી ઘૂંટણ સમાણા પાણીમાં ખેતરો ખૂંદી રહ્યા છે…
જીલ્લા- તાલુકા પંચાયતો ની સીમાંકન તથા બેઠકોની વિગતો જાહેર થતા જ.. ફરીથી ખોવાયેલા ગાડા વિકાસને શોધવા સરપંચો અને જાગૃત ગ્રામજનો ‘ભાઞતા ભૂતની ચોટલી’ પકડવા દોટ મૂકી રહ્યા છે.. જોકે આ દોટ આચારસંહિતા જાહેર થાય તે પૂર્વે ની દોટ છે…
જિલ્લા- તાલુકા પંચાયતની વર્ષ 2015 ની ચૂંટણી માટે સિમાંકન અંગેનુ જાહેરનામું તારીખ 3/9/15 ના રોજ બાર પડેલ ..જે ચાલુ વર્ષે ફરી એક વખત એ જ તારીખ 3 /9 /20 ના રોજ બહાર પડ્યું છે.. સીમાંકનના સાત દિવસમાં વાંધા અરજી રજુ કરવાની પ્રક્રિયા છે.. નિયમોનુસાર કાયૅવાહી નો અભ્યાસ કરતા આ ચૂંટણી તારીખ 23/10/20 ના રોજ જાહેર થવા સંભવ છે જ્યારે આગામી તારીખ 29 /11 /20 ના રોજ ચૂંટણી યોજાવા વકી છે..
અમદાવાદ જિલ્લાના સિમાંકન માં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર રાજકીય પક્ષોના સામસામા આક્ષેપો વચ્ચે જિલ્લા પંચાયતના પૂર્વ માજી વઞદાર સભ્યોની બેઠકો સ્ત્રી અનામત અથવા અનુસુચિત જાતિ સ્ત્રી, પુરુષ જાહેર થતા આ નેતાઓની ચૂંટણી લડવાની આકાંશા ઉપર હાલ પુરતુ પૂર્ણવિરામ મુકાયેલ છે..
સિમાંકન સંબંધિત વાંધાઓ એક બીબાઠાળ કાર્યવાહી છે જેમાં વિરોધ પક્ષના વાંધો ઓ ને અવકાશ હોતો નથી જે હકીકત છે.