પાટીદાર સમાજના નવલોહિયા અને યુવા નેતા હાર્દિક પટેલ રાષ્ટ્રીય રાજનીતિના ફલક પહોંચી રહ્યો છે. 12મી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલ દિલ્હી અને અમદાવાદમાં એક જ દિવસમાં બે સભા ગજવશે. દિલ્હીમાં હાર્દિક પટેલની સાથે ડઝનબંધ પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે.
રાષ્ટ્રીય લોકદળ દ્વારા નવી દિલ્હીમાં માલવંકર હોલમાં આયોજિત યુવા અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમ બપોરે એક વાગ્યા રાખવામાં આવ્યો છે. હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતા જેવાં કા જયંત ચૌધરી, શરદ યાદવ, સતીશ ચંદ્ર મિશ્રા, સીતારામ યેચુરી. સંજયસિંહ, શાહીદ સિદ્દીકી, નદીમુલ હક, ધનશ્યામ તિવારી અને દાનીશ અલી સાથે જોવા મળશે.
આ સિવાય 12મી તારીખે અમદાવાદમાં ઓઢવ ખાતે આવેલી ઢગનભાની વાડીમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં પણ હાર્દિક પટેલ હાજરી આપવાનો છે. હાર્દિકની સાથે આ સંમેલનમાં મહિલા આગેવાન ગીતા પટેલ પણ ઉપસ્થિત રહેશે.