પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હવે રાજકારણી બનવા જઈ રહેલા યુવા હૃદય સમ્રાટ હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. 12મી તારીખે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસ જોઈન કરીને નવી ઈનિંગ્સનો પ્રારંભ કરશે.
હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાના નિર્ણય અંગ માહિતગાર કરતા કહ્યું કે દેશ અને સમાજની રક્ષા કરવા માટે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી લડવા અંગે હાર્દિકે કહ્યું કે પાર્ટીના નિર્ણયને અનુસરીશું અને જો કોઈ કાયદાકીય ગૂંચવણ નહીં આવે તો ચૂંટણી લડીશું.
હાર્દિક પટેલ 2015થી પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યા છે અને પાટીદારો માટે અનામતની માંગ કરી આંદોલન કર્યા હતા. આજે હાર્દિકની જાહેરાતને સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોએ વધાવી લીધી છે.