લોકસભાની ચૂંટણીનું જ્વર પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. રાજકીય પક્ષોનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મતદારો દ્વારા પણ અવનવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢના રાજેશ ધામેલીયાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી પોતાની માંગ પૂર્ણ કરનારને જ વોટ આપવા અને તેનો પ્રચાર કરવાનું જણાવ્યું છે.
તો શું છે રાજેશ ધામેલિયાની માંગ. જાણીને નવાઈ લાગશે કે આ આધેડ વયના રાજેશ ધામેલીયાને લગ્ન કરવા છે. જૂનાગઢના માડીઆદીનાથ તાલુકાના રહીશ રાજેશ ધામેલીયાના લગ્ન કરાવાનારને જ તેઓ વોટ આપશે અને જે પાર્ટી લગ્ન કરાવી આપશે તેનો પ્રચાર પણ કરશે.