ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે યુપીમાં લોકસભા ચૂંટણી માટે બૂથ લેવલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં બીજેપીના રાજ્ય મુખ્યાલયમાં એક બેઠક યોજાઈ હતી જેમાં યુપી પ્રભારી રાધા મોહન સિંહ અને મહાસચિવ અરુણ સિંહ, ડેપ્યુટી સીએમ કેશપ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર હતા.
ભાજપે સંપૂર્ણ ફોકસ યુપી પર રાખ્યું છે. આ જ કારણ છે કે ભાજપ યુપીમાં બૂથ લેવલ મેનેજમેન્ટ કરી રહી છે. આ બેઠકમાં બૂથને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જ્યાં પાર્ટી નબળી છે તે બૂથની સમીક્ષા કરવામાં આવી હતી. જે તે બૂથો પર પાર્ટીને મજબૂત બનાવવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ માટે જિલ્લા, મંડલ અને બૂથ સ્તરીય અભિયાનો શરૂ કરવા પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ બેઠકમાં તમામ પદાધિકારીઓ ઉપરાંત ધારાસભ્ય અને સાંસદની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ભાજપે દરેક ધારાસભ્યને 25 બૂથની જવાબદારી સોંપી છે જ્યારે સાંસદને 100 બૂથની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યો 25 બૂથની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે, જ્યારે સાંસદો 100 બૂથની મુલાકાત લેશે અને લોકોને મળવા જશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા અને લોકોને સંસ્થા સાથે જોડવા માટે પણ મીટીંગમાં મંથન કરવામાં આવ્યું હતું.