આવતીકાલે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અમદાવાદ પૂર્વમાં એન્ક નામો ચાલી રહ્યા હતા. ખાસ કરીને ફિલ્મ કોમેડીન મનોજ જોષીનું નામ પણ અમદવાદ પૂર્વમાં ચર્ચામાં આવ્યું હતું અને મનોજ જોષી દ્વારા ચૂંટણીની તૈયારી પણ કરવામાં આવી રહી હતી.
અમદાવાદ પૂર્વમાં મનોજ જોષી ઉપરાંત કડવા પાટીદાર સમાજના આગેવાન સીકે પટેલનું નામ પણ વિચારણા હેઠળ લેવામાં આવ્યું હતું પરંતુ આ તમામ નામોને કોરાણે મૂકી ભાજપે અમદાવાદ-અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. સીકે પટેલ સહિતના તમામ નામો કપાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં ભાજપ દ્વારા સરપ્રાઈઝ આપવામાં આવતા ભાજપના કાર્યકરો સહિત સૌ કોઈ અચંબામાં પડી ગયા છે.
આ સીટ પરથી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ સંસદ સભ્ય બન્યા હતા. પરેશ રાવલે મહિના પહેલા ચૂંટણી લડવા અંગે પોતાની અનિચ્છા જાહેર કરી હતી અને ભાજપને જીત માટે શૂભેચ્છા આપી હતી. ભાજપે પરેશ રાવલની ઈચ્છા ટીકીટ નહીં આપીને પૂર્ણ કરી છે.