વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા મુલાકાત ખાસ કેમ છે? – મોદી અમેરિકાની મુલાકાત માટે રવાના
વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાત માટે રવાના થયા. પહેલા થી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને 24 સપ્ટેમ્બરે મળવાના છે. વડાપ્રધાન અને બાયડન વચ્ચે આ મુલાકાત વોશિંગ્ટનમાં થવાની છે. આ વર્ષ જાન્યુઆરી માં જો બાઈડને અમેરિકાની સત્તા સંભાળ્યા પછી પહેલી જ વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થવાની છે. વડાપ્રધાન આજે આજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. આજે રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ખાસ કેમ છે? તેના થી સંબંધિત પોઈન્ટ્સ આ પ્રમાણે છે.
1. કોરોનાકાળ આવ્યાબાદ પહેલીવાર અમેરિકાની મુલાકાત
2. બાઇડન રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન ની આ પહેલી મુલાકાત
3. ક્વાડ દેશોના પ્રમુખો સાથે પણ પહેલી મુલાકાત
4. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર માટે પણ વલણ ને લઇ પહેલી મુલાકાત
5. પાકિસ્તાન અને ચીન મુદ્દે પણ ચર્ચા થઇ શકે
વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત પહેલાં નિવેદન આપ્યું હતું કે આ મુલાકાત અમેરિકા સાથે સ્ટ્રેટેજી પાર્ટનરશિપ મજબૂત કરવાનો મોકો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણથી 22-25 સપ્ટેમ્બર 2021 સુધી અમેરિકાની મુલાકાતે છું. આ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડન સાથે વૈશ્વિક રણનીતિની ભાગીદારી અને બંને દેશોના હિત માટે ગ્લોબલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે પણ ઉત્સુક છું. હેરિસ સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સેક્ટરમાં સહયોગ વિશે ચર્ચા કરવામાં આવશે.
#WATCH | PM Narendra Modi departs from New Delhi for a 3-day visit to US to attend the first in-person Quad Leaders’ Summit, hold bilateral meetings, and address United Nations General Assembly pic.twitter.com/hxNeQEKMH1
— ANI (@ANI) September 22, 2021
વડાપ્રધાને કહ્યું હતું, હું રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા સાથે વ્યક્તિગત રીતે ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લઈશ. આ સંમેલનમાં આ વર્ષે માર્ચમાં વર્ચ્યુઅલ શિખર સંમેલનનાં પરિણામો આવશે. એ સાથે જ ભારત-પ્રશાંત વિસ્તાર માટે અમારા ભાગીદારીના દૃષ્ટિકોણના આધારે ભવિષ્યમાં લેનારાં પગલાં વિશે પણ વાતચીત કરવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે પણ મુલાકાત થશે. આ દરમિયાન બંને દેશ સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે અને વિસ્તારના તથા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વિશે વાતચીત કરવામાં આવશે.