કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારે તમે પ્રાઈવેટ ફોરેન ટ્રાવેલ અને નાઈટક્લબ વચ્ચે રાજનીતિ કરો છો ત્યારે આવું જ થાય છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કાર્યકરોને પૂછતા જોવા મળે છે કે, આજની થીમ શું છે?
અમિત માલવિયાએ વીડિયો ટ્વીટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, “ગઈકાલે, રાહુલ ગાંધી તેલંગાણામાં ખેડૂતો સાથે એકતામાં કથિત રીતે યોજાયેલી રેલી પહેલા પૂછે છે કે થીમ શું છે, શું કહેવું છે? જ્યારે તમે ખાનગી વિદેશ પ્રવાસો અને નાઈટક્લબિંગ વચ્ચે રાજકારણને જગડો છો ત્યારે આવું થાય છે.
જણાવી દઈએ કે બીજેપી નેતા અમિત માલવિયાએ આજે (શનિવાર) સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. રાહુલ ગાંધી શુક્રવારે એક રેલીને સંબોધિત કરવા તેલંગાણાના વારંગલ પહોંચ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી કેટલાક કાર્યકરો સાથે બેઠા છે અને પૂછે છે કે શું કહેવું છે?
શુક્રવારે તેલંગાણામાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેમની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે અને એમએસપી પર તેમના પાકની ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કોઈ ઘોષણા નથી, પરંતુ ખેડૂતોને કોંગ્રેસની ગેરંટી છે. ચંદ્રશેખર રાવ પર કટાક્ષ કરતા તેમણે એમ પણ કહ્યું કે અલગ તેલંગાણા રાજ્ય બનાવવાનું જે સપનું જોયું હતું તે પૂરું થયું નથી, પરંતુ છેલ્લા 8 વર્ષમાં એક પરિવારને ફાયદો થયો છે.
Yesterday, Rahul Gandhi before his rally in Telangana, supposedly in solidarity with farmers, asks what is the theme, क्या बोलना है! 🤦♂️
This is what happens when you do politics in between personal foreign trips and nightclubbing…
Such exaggerated sense of entitlement. pic.twitter.com/NdRBDlGNK3
— Amit Malviya (@amitmalviya) May 7, 2022
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ જાણતી હતી કે તેલંગાણા રાજ્યના નિર્માણથી તેને નુકસાન થશે, પરંતુ તે રાજ્યના લોકોની સાથે છે. તેમણે કહ્યું, ‘તેલંગાણા એક નવું રાજ્ય છે. તે સરળતાથી બનાવવામાં આવ્યું ન હતું. તેલંગાણાના યુવાનો અને માતાઓએ આ રાજ્ય બનાવવા માટે તેમના લોહી અને આંસુ આપ્યા હતા. આ રાજ્ય કોઈ એક વ્યક્તિ માટે નથી બન્યું. તેલંગાણાનું સર્જન એક સપનું પૂરું કરવા માટે થયું હતું.