કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો ઉપરથી ઝંપલાવશે. રાહુલ ગાંધી પરંપરાગત ઉત્તર પ્રદેશની અમેઠીની બેઠક ઉપરથી તો ચૂંટણી લડવા જઈ રહ્યા છે સાથો સાથ જ્યારે બીજી બેઠક અગાઉ ધારવામાં આવતું હતું તે મુજબ ઉત્તર કેરળની વાયનાડની બેઠક પરથી પણ ચૂંટણી લડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમેઠીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે. 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી હતી. હારની આશંકા કારણે રાહુલ ગાંધીને કોંગ્રેસે બે બેઠક પરથી ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ પહેલી વખત છે કે રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અમેઠીમાં કોંગ્રેસની સ્થિતિ સારી ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાનું પણ તારણ કાઢવામાં આવ્યું છે. લેફ્ટ પાર્ટીઓના ગઢ ગણાતા કેરળમાં રાહુલ ગાંધી પોતે અન્ટ્રી કરી રહ્યા છે. 2014માં કોંગ્રેસના નેતા એમઆઈ શાનવ 41 ટકા વોટ સાથે આ બેઠક પરથી જીત્યા હતા.